📚 ધોરણ 5 - ગણિત પરખ
સત્ર 2 ની સંપૂર્ણ કવિઝ - 60 પ્રશ્નો
📝 કુલ
0
✓ સાચા
0
✗ ખોટા
0
🏆 %
0%
📍 Chapter 8: નકશા – આલેખન
✦ પ્રશ્ન 1:
પ્રમાણમાપ : 1 સેમી = 3 મીટર, તો નકશામાં દર્શાવેલ ઓરડાઓનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
નકશામાં દર્શાવેલ પ્રત્યેક ઓરડાની લંબાઈ અને પહોળાઈ સેમીમાં માપો. દરેક ઓરડાનું ક્ષેત્રફળ = લંબાઈ X પહોળાઈ (સેમીમાં) આ મૂલ્યને વર્ગ મીટરમાં બદલવા માટે, પહેલા વાસ્તવિક માપમાં ફેરવો. જો નકશામાં a સેમી X b સેમી હોય તો વાસ્તવિક માપ = 3a મીટર X 3b મીટર વાસ્તવિક ક્ષેત્રફળ = 9ab ચો મીટર તમામ ઓરડાઓનું કુલ ક્ષેત્રફળ ગણો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સાચો જવાબ: (C) 108 ચો મી
✦ પ્રશ્ન 2:
નીચે કેટલાક રસ્તા બતાવ્યા છે. તેમાંથી ક્યા રસ્તાની લંબાઈ સૌથી વધુ હશે?
📖 વર્ણન:
સમાધાન:
આપેલ ચારેય આકૃતિમાંથી (A, B, C, D) દરેક રસ્તાની લંબાઈ સેમીમાં માપો. સ્કેલ/દોરો વાપરી દરેક રસ્તાની લંબાઈ નક્કી કરો.જેટલો વધારે વાંકો ચૂકા રસ્તો એમની લંબાઈ સૌથી વધુ હોય તે જવાબ છે.
સાચો જવાબ: (C) આકૃતિ C
📦 Chapter 9: ખોખાં અને રેખાચિત્રો
✦ પ્રશ્ન 1:
લંબઘનની લંબાઈ=10 સેમી, પહોળાઈ=5 સેમી, ઉંચાઈ=1 સેમી. તેની નેટ કઈ હશે?
📖 વર્ણન:
સમાધાન:
લંબઘનનું નેટ એ તેને ખોલીને સમતલ કરેલો આકાર છે. આ લંબઘન માટે:
- 2 માપ: 10 સેમી × 5 સેમી (ઉપર અને નીચે)
- 2 માપ: 10 સેમી × 1 સેમી (આગળ અને પાછળ)
- 2 માપ: 5 સેમી × 1 સેમી (બાજુ અને બીજી બાજુ)
આપેલ નેટમાંથી આ માપ ધરાવતું નેટ પસંદ કરો.
સાચો જવાબ: (C) નેટ C
✦ પ્રશ્ન 2:
આ નેટને વાળીને પાસો બનાવતાં, કઈ શરત સાચી છે?
📖 વર્ણન:
સમાધાન:
નેટને માનસિક રીતે વાળો અને દર્શાવો:
- ફેસ A ની સામે આવે C
- ફેસ B ની સામે આવે D
- ફેસ C ની સામે આવે A
- ફેસ D ની સામે આવે B
- ફેસ E ની સામે આવે F
- ફેસ F ની સામે આવે E
નિયમ: એક પાસામાં કુલ 6 ફેસ હોય છે અને એક મૂકીને એકની જોડ બને જે ક્રમમા હોય અને સાઈડ વાળની જોડી બને.
સાચો જવાબ: (D) B ની સામે D
🔢 Chapter 10 : દશમો અને સો મો ભાગ
✦ પ્રશ્ન 1:
એક દિવાસળીની લંબાઈ 3.5 સેમી છે. 28 સેમી પરિમિતિ ધરાવતું ચોરસ બનાવવા કેટલી દીવાસળી?
📖 વર્ણન:
સમાધાન:
ચોરસની પરિમિતિ = 4 × બાજુ
28 = 4 × બાજુ
બાજુ = 28 ÷ 4 = 7 સેમી
દરેક દિવાસળીની લંબાઈ = 3.5 સેમી
જરૂરી દિવાસળીની સંખ્યા = 7 ÷ 3.5 = 2
પણ આ 2 સંખ્યા એક બાજુ માટે છે. ચોરસમાં 4 બાજુ હોય છે તેથી...
કુલ દિવાસળી = 4 × 2 = 8
સાચો જવાબ: (B) 8
✦ પ્રશ્ન 2:
કાળું 2 મીટર 35 સેમી કૂદે છે. 3 મીટર કરતાં કેટલું ઓછું?
📖 વર્ણન:
સમાધાન:
3 મીટર = 300 સેમી
જિજ્ઞેશે કૂદેલું = 2 મીટર 35 સેમી = 235 સેમી
તફાવત = 300 - 235 = 65 સેમી
સાચો જવાબ: (C) 65 સેમી
✦ પ્રશ્ન 3:
કેળા ₹3.50ના છે. ₹21 માં કેટલાં ખરીદી શકો?
📖 વર્ણન:
સમાધાન:
કેળાની કિંમત = ₹ 3.50
કુલ રકમ = ₹ 21
કેળાની સંખ્યા = 21 ÷ 3.50 = 6
સાચો જવાબ: (A) 6 કેળાં
✦ પ્રશ્ન 4:
પેન્સિલની લંબાઈ કેટલી છે?
📖 વર્ણન:
સમાધાન:
આપેલ આકૃતિમાં પેન્સિલને સ્કેલ સાથે માપો. સ્કેલ પર નિશાનો જુઓ અને ખરું માપ નક્કી કરો. પેન્સિલ આશરે 7.8 સેમી લાંબી દેખાય છે.
સાચો જવાબ: (A) 7.8 સેમી
✦ પ્રશ્ન 5:
સાબુની એક પેટીની કિંમત ₹432ની છે.પેટીમાં 36 સાબુ આવે તો દરેક સાબુની કિંમત શુ?
📖 વર્ણન:
સમાધાન:
પેટીની કુલ કિંમત = ₹ 432
સાબુની સંખ્યા = 36
દરેક સાબુની કિંમત = 432 ÷ 36 = 12
સાચો જવાબ: (D) ₹ 12
✦ પ્રશ્ન 6:
3.2 X 2 = 6.4 તો 0.32 X 0.2 = ?
📖 વર્ણન:
સમાધાન:
3.2 × 2 = 6.4
0.32 × 0.2 માટે દશાંશ બિંદુને ધ્યાનમાં રાખો:
- 0.32 એ 3.2 ની સરખામણીએ 1/10 ગણું છે
- 0.2 એ 2 ની સરખામણીએ 1/10 ગણું છે
તેથી:
0.32 × 0.2 = 6.4 × (1/10) × (1/10) = 6.4 × 1/100 = 0.064
સાચો જવાબ: (B) 0.064
✦ પ્રશ્ન 7:
95 મીટરમાંથી કેટલા સે.મી.ઓછા કરતાં 90 મીટર મળે?
📖 વર્ણન:
સમાધાન:
95 મીટર - ? = 90 મીટર
? = 95 - 90 = 5 મીટર
5 મીટર = 5 × 100 = 500 સેમી
સાચો જવાબ: (B) 500 સેમી
✦ પ્રશ્ન 8:
2 લિટર દૂધમાંથી 250 મિલી દૂધ વપરાયું તો કેટલું દૂધ બાકી રહ્યું?
📖 વર્ણન:
સમાધાન:
2 લિટર = 2000 મિલિ
વપરાયેલ દૂધ = 250 મિલિ
બાકી રહેલ દૂધ = 2000 - 250 = 1750 મિલિ
સાચો જવાબ: (C) 1750 મિલિ
✦ પ્રશ્ન 9:
12 કિગ્રા સફરજનના ₹1260 ચુકવવાના છે. જો 1 કિ.ગ્રા.માં 7 સફરજન આવેતો 1 સફરજનની કિમત કેટલી?
📖 વર્ણન:
સમાધાન:
12 કિગ્રા સફરજનની કુલ કિંમત = ₹ 1260
1 કિગ્રા સફરજનની કિંમત = 1260 ÷ 12 = ₹ 105
1 કિગ્રામાં સફરજનની સંખ્યા = 7
1 સફરજનની કિંમત = 105 ÷ 7 = ₹ 15
સાચો જવાબ: (B) ₹ 15
✦ પ્રશ્ન 10:
જ્યારે અમેરિકન 1 ડોલર=₹82.68 હોય ત્યારે શ્રદ્ધાને પોતાના કામના બદલામાં એક અઠવાડિયાના 63 ડોલર મળે છે તો ભારતીય ચલણ મુજબ તે એક અઠવાડિયામાં કેટલા રુપિયા કામે છે?
📖 વર્ણન:
સમાધાન:
1 ડોલર = ₹ 82.68
કુલ ડોલર = 63
ભારતીય ચલણમાં રકમ = 63 × 82.68 = ₹ 5,208.84
સાચો જવાબ: (D) ₹ 5,208.84
✦ પ્રશ્ન 11:
જો 1 સાબુની કિંમત ₹35.50 હોય તો 55 સાબુની કિંમત કેટલી થાય?
📖 વર્ણન:
સમાધાન:
1 સાબુની કિંમત = ₹ 35.50
55 સાબુની કિંમત = 35.50 × 55 = ₹ 1,952.50
સાચો જવાબ: (B) ₹ 1,952.50
✦ પ્રશ્ન 12:
એક ત્રિકોણની પરિમિતિ 13.2 સેમી થાય છે. જો તેની બે બાજુના માપ 6.1 સે.મી. અને 4 સે.મી. હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું?
📖 વર્ણન:
સમાધાન:
પરિમિતિ = બાજુ 1 + બાજુ 2 + બાજુ 3
13.2 = 6.1 + 4 + બાજુ 3
13.2 = 10.1 + બાજુ 3
બાજુ 3 = 13.2 - 10.1 = 3.1 સેમી
સાચો જવાબ: (D) 3.1 સેમી
🔢 Chapter 11 : ક્ષેત્રફળ અને પરિમિતિ
✦ પ્રશ્ન 1:
ચોરસ પરિમિતિ 304 મીટર છે.તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
પરિમિતિ = 4 × બાજુ
304 = 4 × બાજુ
બાજુ = 304 ÷ 4 = 76 મીટર
ક્ષેત્રફળ = બાજુ × બાજુ = 76 × 76 = 5,776 ચો મી
સાચો જવાબ: (B) 5,776 ચો મી
✦ પ્રશ્ન 2:
એક ચોરસની પરિમિતિ 64 મીટર છે.તેનાથી અડધા માપની બાજુની લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
પહેલો ચોરસ:
પરિમિતિ = 64 મીટર
બાજુ = 64 ÷ 4 = 16 મીટર
નવો ચોરસ:
બાજુ = 16 ÷ 2 = 8 મીટર
ક્ષેત્રફળ = 8 × 8 = 64 ચો મી
સાચો જવાબ: (D) 64 ચો મી
✦ પ્રશ્ન 3:
એક ચોરસ પરિમિતિ 42 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
પરિમિતિ = 4 × બાજુ
42 = 4 × બાજુ
બાજુ = 42 ÷ 4 = 10.5 મીટર
ક્ષેત્રફળ = 10.5 × 10.5 = 110.25 ચો મીટર
સાચો જવાબ: (C) 110.25 ચો મીટર
✦ પ્રશ્ન 4:
લંબચોરસની એક બાજુની લંબાઈ 25 મીટર છે. જો તેનું ક્ષેત્રફળ 250 ચો.મી. હોય તો તેની પરિમિતિ શોધો?
📖 વર્ણન:
સમાધાન:
લંબાઈ = 25 મીટર
ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
250 = 25 × પહોળાઈ
પહોળાઈ = 250 ÷ 25 = 10 મીટર
પરિમિતિ = 2 × (લંબાઈ + પહોળાઈ) = 2 × (25 + 10) = 2 × 35 = 70 મીટર
સાચો જવાબ: (A) 70 મીટર
✦ પ્રશ્ન 5:
ટેનગ્રામ 20 સેમી બાજુ ધરાવે છે તો ભાગ 2 નું ક્ષેત્રફળ કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
ચોરસ ટેનગ્રામ પર બાજુ 20 સેમી
કુલ ક્ષેત્રફળ = 20 × 20 = 400 ચો સેમી
ટેનગ્રામમાં 7 ભાગ હોય છે જે બધા સરખા ક્ષેત્રફળ ધરાવતા નથી
આકૃતિ જોઇને ભાગ 2 નું ક્ષેત્રફળ નક્કી કરો
સાચો જવાબ: (D) 100 ચો સેમી
✦ પ્રશ્ન 6:
ચોરસ બગીચામાં ઘાસ ન હોય તે ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
આકૃતિમાં કુલ બગીચો અને ઘાસરહિત ભાગ જુઓ
બગીચાનું કુલ ક્ષેત્રફળ માંથી ઘાસરહિત ભાગ બાદ કરો અને પરિણામ મેળવો
ચોરસ બગીચાનું ક્ષેત્રફળ = લં X લં
ચોરસ બગીચાનું ક્ષેત્રફળ = 60 X 60
ચોરસ બગીચાનું ક્ષેત્રફળ = 3600 ચો.સેમી
ચોરસ બગીચાનું ક્ષેત્રફળ = 3600 ચો.સેમી
ઘાસનું ક્ષેત્રફળ (-) = 1800 ચો.સેમી
રીત 2 : ચોરસ બગીચાનું ક્ષેત્રફળ = 3600 ચો.સેમી મળ્યું હવે ચિત્ર જોતાં ઘાસ વાળો ભાગ એક ત્રિકોણ બને છે અને ઘાસ વગરનો ભાગ પણ એટલા જ માપનું ત્રિકોણ બન્યું તેથી કહી શકાય કે આ ચોરસના બે સરખા ભાગ તેથી 3600 ÷ 2 = 1800 ચો.સેમી
સાચો જવાબ: (B) 1800 ચો મીટર
✦ પ્રશ્ન 7:
0.5 મીટર ચોરસ લાદી નાખવી છે. 20 X 16 મી.નો ઓરડો છે. તો કેટલી લાદી જોઈએ?
📖 વર્ણન:
સમાધાન:
ઓરડાનું ક્ષેત્રફળ = 20 × 16 = 320 ચો મીટર
એક લાદીનું ક્ષેત્રફળ = 0.5 × 0.5 = 0.25 ચો મીટર
જરૂરી લાદીઓ = 320 ÷ 0.25 = 1,280
સાચો જવાબ: (C) 1,280
✦ પ્રશ્ન 8:
આપેલ ચોરસમાં લીટી કરેલ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
આખા ચોરસની લં = 15 સેમી છે.ચિત્રમાં લંબાઈ વાળા ભાગમાં 3 ખાના જોવા મળે છે.
તો એક ખાનની લંબાઈ કાઢવા માટે આખા ચોરસની લં = 15 સેમી ÷ 3 ખાના કરતાં એક ખાનની લંબાઈ 5 સેમી મળશે.
હવે એક ચોરસ નાના ખાનનું ક્ષેત્રફળ = 5 X 5 તેથી કહી શકાય કે દરે લાલ રંગના ચોરસનું ક્ષેત્ર.= 25 ચો.સેમી છે. બસ હવે આવા લાલ રંગના કુલ ખાના 4 છે તેથી 25 સેમી X 4 = 100 ચો.સેમી થાય.
સાચો જવાબ છે: (B) 100 ચો.સેમી
✦ પ્રશ્ન 9:
મોટા ચોરસનું ક્ષેત્ર.64 ચો.મી. છે.લીલા ભાગમાં ઘાસ ઉગાડવાનું હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું હોય?
📖 વર્ણન:
સમાધાન:
મોટા ચોરસનું ક્ષેત્રફળ = 64 ચો.મી.છે આપણને જોતાં ખબર પડે કે લીલા રંગનો 1 ભાગ અને સફેદ ભાગ 3 છે.મોટા ચોરસમાં કુલ 4 નાના ચોરસ બન્યા માટે કુલ માપ 64 ચો.મી.÷ 4 કરતાં એક નાના ભાગનું માપ 16 ચો.મી મળશે.
તો આપણે કહી શકીએ કે લીલા ભાગમાં ઘાસ ઉગાડવાનું હોય તો તેનું ક્ષેત્રફળ 16 ચો.મી થશે.
સાચો જવાબ છે: (A) 16 ચો.મી
✦ પ્રશ્ન 10 (26):
એક ચોરસની બાજુની લંબાઈ 3 સેમી. છે. તેના કરતાં બમણી લંબાઈની બાજુ વાળો ચોરસ દોરવામાં આવે તો તેનું ક્ષેત્ર. કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
પહેલો ચોરસ: બાજુ = 3 સેમી
બીજો ચોરસ: બાજુ = 3 × 2 = 6 સેમી
બીજા ચોરસનું ક્ષેત્રફળ = 6 × 6 = 36 ચો સેમી
સાચો જવાબ: (C) 36 ચો સેમી
✦ પ્રશ્ન 11:
એક તારથી ચોરસ બનાવવામાં આવ્યો છે. તે ચોરસની બાજુની લંબાઈ 9 સેમી. આ તારથી લંબચોરસ (પહોળાઈ 6 સેમી) બનાવવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલું હોય?
📖 વર્ણન:
સમાધાન:
ચોરસની પરિમિતિ = 4 × 9 = 36 સેમી
તાર લંબાઈ = 36 સેમી
લંબચોરસની પરિમિતિ = 36 સેમી
2 × (લંબાઈ + પહોળાઈ) = 36
2 × (લંબાઈ + 6) = 36
લંબાઈ + 6 = 18
લંબાઈ = 12 સેમી
ક્ષેત્રફળ = 12 × 6 = 72 ચો સેમી
સાચો જવાબ: (B) 72 ચો સેમી
✦ પ્રશ્ન 12:
એક ચોરસનું ક્ષેત્રફળ 100 ચો.સેમી. છે. જો આવા 4 ચોરસનો ઉપયોગ કરીને એક મોટો ચોરસ બનાવવામાં આવે તો તેની પરિમિતિ કેટલી?
📖 વર્ણન:
સમાધાન:
1 નાનો ચોરસનું ક્ષેત્રફળ = 100 ચો સેમી
બાજુ = √100 = 10 સેમી
4 ચોરસ કુલ જોડીને 2×2 હોય તો...
મોટા ચોરસની બાજુ = 20 સેમી
પરિમિતિ = 4 × 20 = 80 સેમી
સાચો જવાબ: (A) 80 સેમી
🔢 Chapter 12 : સ્માર્ટ ચાર્ટસ
✦ પ્રશ્ન 1:
કુલ 60 વ્યક્તિ સંમેલનમાં હતા. તેમાંથી મોહનથાળ અને લાડું કેટલા લોકોને ભાવે છે?
📖 વર્ણન:
સમાધાન:
દર્શાયેલ ચાર્ટ જોઇને:
- મોહનથાળ અને લાડું પસંદ કરનારા બનેનો ભાગ જોડી દેતા તે વર્તુળનો 1/4 એટલે કે ચોથો ભાગ છે.
- કુલ વ્યક્તિ : 60 ÷ 4 = 15
સાચો જવાબ: (D) 15
✦ પ્રશ્ન 2:
સોહમે એક દુકાનમાંથી વસ્તુઓ ખરીદી. તેણે દુકાનદારને ₹305 આપ્યા,દુકાનદારે તેને ₹50 પાછા આપ્યા.પરંતુ તેના બિલમાં શાહીના ધાબા થઈ ગયા.જે નીચે મુજબ હતું તો એક પેનની કિંમત કેટલી થાય?
📖 વર્ણન:
સમાધાન:
આપેલ રકમ = ₹ 305
પાછી મળેલ રકમ = ₹ 50
વાસ્તવમાં ખર્ચ = 305 - 50 = ₹ 255
નોટબુક કિંમત = ₹ 160
પેન્સિલ કિંમત = ₹ 5
પેનોની કુલ કિંમત = 255 - 160 - 5 = ₹ 90
પેનોની સંખ્યા = 10
એક પેનની કિંમત = 90 ÷ 10 = ₹ 9
સાચો જવાબ: (D) ₹ 9
✦ સ્થંભ આલેખ પરથી પ્રશ્ન 1:
શનિવાર કરતાં બમણી સાડી કયા દિવસે?
📖 વર્ણન:
સમાધાન:
આલેખમાંથી શનિવારનો આંક નોટ કરો (150)
બમણું = 150 × 2 = 300
કયા દિવસે 300 સાડી વેંચાઈ તે શોધો
સાચો જવાબ: (B) મંગળવાર
✦ સ્થંભ આલેખ પરથી પ્રશ્ન 2:
ગુરુવાર કરતાં બુધવારે કેટલી ઓછી સાડી વેચવામાં આવી?
ગુરૂવાર કરતા બુધવારે કેટલી ઓછી સાડી?
📖 વર્ણન:
સમાધાન:
આલેખમાંથી ગુરૂવાર અને બુધવારની સાડીની સંખ્યા નોટ કરો
તફાવત = ગુરૂવાર (350) - બુધવાર (175) = 175. ગુરુવાર કરતાં બુધવારે 175 ઓછી સાડી વેચવામાં આવી.
સાચો જવાબ: (C) 175
✦સ્થંભ આલેખ પરથી પ્રશ્ન 3:
બુધવારે કેટલી વધુ સાડી હોત તો સોમવાર જેટલી થાય?
📖 વર્ણન:
સમાધાન:
સોમવારમાંથી બુધવારના આંક બાદ કરો. 250-175=75
સોમવારની વધુ વહેચાયેલ સાડીઓ તે સંખ્યા જવાબ છે.
સાચો જવાબ: (D) 75
✦સ્થંભ આલેખ પરથી પ્રશ્ન 4:
પ્રથમ 3 દિવસ અને અંતિમ 3 દિવસની સરખામણીએ શુ કહી શકાય?
📖 વર્ણન:
સમાધાન:
સોમવાર(250) + મંગળવાર(300) + બુધવાર(175) = કુલ સાડીઓ(725)
ગુરૂવાર(350) + શુક્રવાર(225) + શનિવાર(150) = કુલ સાડીઓ(725)
બંને સરખા છે તો જવાબ (C)
સાચો જવાબ: (C) બંને સરખા છે
✦સ્થંભ આલેખ પરથી પ્રશ્ન 5:
દરેક દિવસને ચડતા ક્રમમાં ગોઠવો?
📖 વર્ણન:
સમાધાન:
આલેખમાંથી તમામ દિવસોની સાડીઓની સંખ્યા નોટ કરો
ચાલુ ક્રમમાં (નાનાથી મોટા તરફ) ગોઠવો
શનિવાર(150) + બુધવાર(175) + શુક્રવાર(225) + સોમવાર(250) + મંગળવાર(300) + ગુરૂવાર(350)
સાચો જવાબ: (B) શ,બુ,શુ,સો,મં,ગુ
🔢 Chapter 13 : ગુણાકાર અને ભાગાકારની રીતો
✦ પ્રશ્ન 1:
શુભમ એક ફેરામાં 1500 ઘઉંના કોથળા લઈ જાય છે. તેને દરેક ફેરના ₹850 લે છે.તો 9000 ઘઉંના કોથળા લઈ જવાના કેટલા રૂ.મળશે?
📖 વર્ણન:
સમાધાન:
1 ફેરામાં લઈ જવા પડે = 1500 કોથળા
ફેરાની સંખ્યા = 9000 ÷ 1500 = 6 ફેરા
પ્રત્યેક ફેરાના = ₹ 850
કુલ રૂપિયા = 6 × 850 = ₹ 5,100
સાચો જવાબ: (C) ₹ 5,100
✦ પ્રશ્ન 2:
જો ભાગફળ=40, શેષ=2, ભાજક=15 હોય તો તેમાં ભાજ્ય શુ હોય?
📖 વર્ણન:
સમાધાન:
ભાજ્ય = ભાજક × ભાગફળ + શેષ
ભાજ્ય = 15 × 40 + 2
ભાજ્ય = 600 + 2 = 602
સાચો જવાબ: (D) 602
✦ પ્રશ્ન 3:
200 X 5=1000, તો 50 X ?=1000 તો ? = કઈ સંખ્યા
📖 વર્ણન:
સમાધાન:
50 × ? = 1000
? = 1000 ÷ 50 = 20
સાચો જવાબ: (A) 20
✦ પ્રશ્ન 4:
પ્રિયાન્સીએ ત્રણ પેન ₹15ની ખરીદી અને દરેક પેન પર ₹3 વધારીને વેચે તો તેની બધી પેન કેટલાંમાં વેચણી કેહવાય?
📖 વર્ણન:
સમાધાન:
3 પેનની કુલ કિંમત = 15 ÷ 3 = ₹ 5 એક પેનના
વેચાણ કિંમત (પ્રતિ પેન) = 5 + 3 = ₹ 8
3 પેનની વેચાણ કરતાં મળેલી કુલ કિંમત = 3 × 8 = ₹ 24
સાચો જવાબ: (B) ₹ 24
✦ પ્રશ્ન 5:
અન્વી પાસે 30 ચોકલેટ છે, 2 ચોકલેટ તે ખાય ગઈ,બાકી બોક્સમાં પેક કરી, દરેક બોક્સમાં સરખી ચોકલેટ રાખી તો બોક્સ કેટલા થાય?
📖 વર્ણન:
સમાધાન:
કુલ ચોકલેટ = 30
ખાઈ ગયેલ = 2
બાકી = 30 - 2 = 28
28 ની ભાજ્યતા:
28 = 4 × 7 = 2 × 14 = 1 × 28
બોક્ષોની સંખ્યા 7 હોય તો દરેક બોક્ષમાં 4 ચોકલેટ
સાચો જવાબ: (A) 7
✦ પ્રશ્ન 6:
નક્ષ દરરોજ પોતાના ઓરડામાં રાખેલ છોડને 350 મિલિ પાણી પીવડાવે છે. જો તે છોડમાં એક અઠવાડિયા સુધી એટલું પાણી પીવડાવે તો કેટલું પાણી જોઇએ?
📖 વર્ણન:
સમાધાન:
દરરોજ પાણી = 350 મિલિ
અઠવાડિયા = 7 દિવસ
કુલ પાણી = 350 × 7 = 2,450 મિલિ = 2 લિટર 450 મિલિ
સાચો જવાબ: (A) 2 લિટર 450 મિલિ
✦ પ્રશ્ન 7:
કાવ્યા લસ્સી ખરીદવા એક દુકાને જાય છે. દુકાનદાર પાસે લસ્સીના 200 મિલિના પેકેટ હતા. જો તેને 2 લિટર 200 મિલિ લસ્સીની જરૂરિયાત હોય તો તેણે કેટલાં પેકેટ ખરીદવા પડશે?
📖 વર્ણન:
સમાધાન:
જરૂર તરફ લસ્સી = 2 લિટર 200 મિલિ = 2,200 મિલિ
1 પેકેટ = 200 મિલિ
જરૂર પેકેટ = 2,200 ÷ 200 = 11
સાચો જવાબ: (B) 11
✦ પ્રશ્ન 8:
જો 120 ÷ ? = 30 તેમાં શું દર્શાવે છે?
📖 વર્ણન:
સમાધાન:
120 ÷ ? = 30
? = 120 ÷ 30 = 4
તેથી 120 ÷ 4 = 30
સાચો જવાબ: (C) 120 ÷ 4
✦ પ્રશ્ન 9:
ભાર્ગવએ પોતાના મિત્રોને પાર્ટી માટે ઘરે બોલાવ્યા. તે માટે તેણે 3 લિટર લીંબુ શરબત બનાવ્યો. તેણે દરેકને 150 મિલિ શરબત પીવડાવ્યું. તો તેણે કેટલા મહેમાનોને આમંત્રણ આપ્યું હશે?
📖 વર્ણન:
સમાધાન:
કુલ શરબત = 3 લિટર = 3,000 મિલિ
દરેક મહેમાનને શરબત = 150 મિલિ
મહેમાનોની સંખ્યા = 3,000 ÷ 150 = 20
સાચો જવાબ: (A) 20
✦ પ્રશ્ન 10:
હેમાંશુએ પેન્સિલ બોક્ષની તમામ પેન્સિલ બહાર કાઢીને 16 ના 9 જૂથ બનાવે છે, ત્યારે એક પેન્સિલ વધે છે. હવે તે કઈ રીતે જૂથ બનાવે તો એક પણ પેન્સિલ બાકી ન રહે?
📖 વર્ણન:
સમાધાન:
16 ના 9 જૂથમાં = 16 × 9 = 144 પેન્સિલ
કુલ પેન્સિલ = 144 + 1 = 145
145 ને બીજી સંખ્યાથી ભાગીને નિર્વિશેષ ભાગ આવવો જોઈએ
145 = 5 × 29 = 5 × 29
145 ÷ 5 = 29 બરાબર
સાચો જવાબ: (B) 5
✦ પ્રશ્ન 11:
નીચેનામાંથી ક્યો વિકલ્પ 489 × 367 ની નજીકનો છે?
📖 વર્ણન:
સમાધાન:
489 ≈ 500 (નજીક)
367 ≈ 350 (નજીક)
500 × 400 = 2,00,000
સાચો જવાબ: (D) 500 × 350
✦ પ્રશ્ન 12:
45 × 3 = 135 તો નીચેનામાંથી ક્યો વિકલ્પ 45 × 60 જેટલું મૂલ્ય દર્શાવે છે?
📖 વર્ણન:
સમાધાન:
45 × 60 = 45 × 3 × 20 = 135 × 20
સાચો જવાબ: (C) 135 × 20
✦ પ્રશ્ન 13:
એક થિએટરમાં કુલ 120 શીટ છે. જ્યાં એક સરખી 8 હરોળ છે. હવે તેમાં બીજી બે હરોળ વધારવાનું નક્કી કરવામાં આવ્યું. તો, આ ફેરફાર કર્યા પછી કુલ કેટલી શીટ હશે?
📖 વર્ણન:
સમાધાન:
કુલ શીટ = 120
હરોળો = 8
દરેક હરોળમાં શીટ = 120 ÷ 8 = 15
નવી હરોળો = 8 + 2 = 10
નવી કુલ શીટ = 10 × 15 = 150
સાચો જવાબ: (B) 150
✦ પ્રશ્ન 14:
સાવન પાસે 12 ટમેટાં છે. તેણે દરેકના 6 ટુકડા કર્યા. તેણે 16 સેન્ડવીચ બનાવી. જે દરેકમાં 4 ટમેટાંના ટુકડાનો ઉપયોગ કર્યો. તો હવે, કેટલા ટુકડાં બાકી રહ્યા?
📖 વર્ણન:
સમાધાન:
12 ટમેટાં × 6 ટુકડા = 72 ટુકડા
16 સેન્ડવીચ × 4 ટુકડા = 64 ટુકડા વપરાયા
બાકી = 72 - 64 = 8 ટુકડા
સાચો જવાબ: (B) 8
✦ પ્રશ્ન 15:
તન્વીની શાળામાં વર્તુળાકાર રનીંગ ટ્રેક છે. તેની લંબાઈ 600 મીટર છે. શિવમ 12 કિલોમીટર રનીંગ કરવા ઇચ્છે છે. તો તેણે આખા દિવસમાં તે ટ્રેકને કેટલા ચક્કર લગાવવા પડે?
📖 વર્ણન:
સમાધાન:
ટ્રેક લંબાઈ = 600 મીટર
કુલ રનીંગ = 12 કિલોમીટર = 12,000 મીટર
ચક્કરોની સંખ્યા = 12,000 ÷ 600 = 20
સાચો જવાબ: (B) 20
🔢 Chapter 14 : કેટલું મોટું અને કેટલું ભારે
✦ પ્રશ્ન 1:
1 સેમી બાજુવાળો સમઘન છે.એક લંબઘન પેટીની લં = 5 સે.મી., પહોળાઈ = 3 સે.મી.,અને ઊંચાઈ = 2 સે.મી.છે. તો આ પેટીમાં આવા કેટલા સમઘન સમાય?
📖 વર્ણન:
સમાધાન:
1 સમઘનનું ઘનફળ = 1 × 1 × 1 = 1 ઘનસેમી
લંબઘન પેટીનું ઘનફળ = 5 × 3 × 2 = 30 ઘનસેમી
સમઘનોની સંખ્યા = 30 ÷ 1 = 30
સાચો જવાબ: (D) 30
✦ પ્રશ્ન 2:
આ સમઘનની બાજુની લંબાઈ 2 સેમી છે.જો આવા બે સમઘનને બાજુ-બાજુમાં મૂક્યા હોય તો તે લંબઘનનું ઘનફળ કેટલું થાય?
📖 વર્ણન:
સમાધાન:
1 સમઘન: બાજુ = 2 સેમી, ઘનફળ = 2 × 2 × 2 = 8 ઘનસેમી
2 સમઘન બાજુ-બાજુમાં મૂકતાં લંબઘન બને
લંબઘન: લંબાઈ = 4 સેમી, પહોળાઈ = 2 સેમી, ઉંચાઈ = 2 સેમી
ઘનફળ = 4 × 2 × 2 = 16 ઘનસેમી
સાચો જવાબ: (B) 16 ઘનસેમી
✦ પ્રશ્ન 3:
મીરાએ 5 લિટરના એક કેન માંથી અડધુ દૂધ સવારે વહેચ્યુ,હવે બાકી રહેલ દૂધમાંથી અડધો લિટર દૂધની ચા બનાવી તો હવે કેટલું દૂધ બાકી રહ્યું હશે?
📖 વર્ણન:
સમાધાન:
કુલ દૂધ = 5 લિટર
સવારે વહેચેલ = 5 ÷ 2 = 2.5 લિટર
બાકી = 5 - 2.5 = 2.5 લિટર
ચા માટે વપરેલ = 0.5 લિટર
અંતે બાકી = 2.5 - 0.5 = 2 લિટર
સાચો જવાબ: (C) 2 લિટર
✦ પ્રશ્ન 4:
એક કસનળીમાં 25 મિલી પાણી સમાય છે.તેનો ઉપયોગ કરી અડધા લિટર બોટલ ભરવાની હોય તો કેટલી વખત કસનળી ભરીને નાખવી પડે?
📖 વર્ણન:
સમાધાન:
કસનળીમાં પાણી = 25 મિલિ
બોટલની ક્ષમતા = 0.5 લિટર = 500 મિલિ
વખતોની સંખ્યા = 500 ÷ 25 = 20 વખત
સાચો જવાબ: (B) 20 વખત
✦ પ્રશ્ન 5:
આર્યન પાસે 700 મિલી દૂધ ભરેલો ગ્લાસ છે.જાનવી પાસે 300 મિલી.ભરેલો દૂધનો ગ્લાસ છે તો આર્યન જનવીને કેટલું દૂધ આપે તો બનેનું દૂધ ગ્લાસમાં સરખું થઈ જાય?
📖 વર્ણન:
સમાધાન:
આર્યન પાસે = 700 મિલી
જાનવી પાસે = 300 મિલી
કુલ = 1000 મિલી
સરખા ભાગે = 500 મિલી દરેકને
તુષારને આપવું પડશે = 700 - 500 = 200 મિલી
સાચો જવાબ: (D) 200 મિલી
✦ પ્રશ્ન 6:
એક સમઘનનું ઘનફળ 64 ઘનસેમી છે.તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી મળે?
📖 વર્ણન:
સમાધાન:
ઘનફળ = બાજુ³
64 = બાજુ³
બાજુ = ∛64 = 4 સેમી
સાચો જવાબ: (A) 4 સેમી
✦ પ્રશ્ન 7:
એક દિવાસળીની પેટીની લં = 4 સે.મી., પહોળાઈ = 3 સે.મી. અને ઊંચાઈ = 1 સે મી. છે.તો 1 સેમી વાળા કેટલા સમઘન સમાય?
📖 વર્ણન:
સમાધાન:
પેટીનું ઘનફળ = 4 × 3 × 1 = 12 ઘનસેમી
1 સમઘનનું ઘનફળ = 1 × 1 × 1 = 1 ઘનસેમી
સમઘનોની સંખ્યા = 12 ÷ 1 = 12
સાચો જવાબ: (B) 12
✦ પ્રશ્ન 8:
એક આઈસ્ક્રીમ ફેમિલી પેકેટની લ=20 સેમી , પ=8 સેમી , ઉ=8 સેમી જો 8 ઘરના સભ્યો અને 8 મેહમાનો વચ્ચે સરખા ભાગે આપવામાં આવે તો દરેક ને કેટલુ આઇસક્રીમ ભાગે આવે?
📖 વર્ણન:
સમાધાન:
ફેમિલી પેકનું ઘનફળ = 20 × 8 × 8 = 1,280 ઘનસેમી
કુલ મનુષ્ય = 8 + 8 = 16
દરેકને ક્ષમતા = 1,280 ÷ 16 = 80 ઘનસેમી
સાચો જવાબ: (B) 80 ઘનસેમી
✦ પ્રશ્ન 9:
આપેલી આકૃતિ ચાર સમઘનથી બનેલી છે. જેનું ઘનફળ 32 ઘન સે.મી.છે. જો તેમાં ઉપર હજુ બે સમઘન ઉમેરવામાં આવે તો બનતી આકૃતિની લંબાઈ કેટલી મળે?
📖 વર્ણન:
સમાધાન:
ચાર સમઘનનું કુલ ઘનફળ = 32 ઘનસેમી
1 સમઘન = 8 ઘનસેમી
બાજુ = 2 સેમી
નવી આકૃતિ = 4 + 2 = 6 સમઘન
લંબાઈ = 6 × 2 = 12 સેમી
સાચો જવાબ: (C) 12 સેમી
✦ પ્રશ્ન 10:
આ ગ્લાસમાં 100 મિલી પાણી સમાય છે. ગ્લાસની ઊંચાઈના અડધા ભાગનું પાણી ભરેલું દેખાય તો કેટલું પાણી ભરેલું હશે?
📖 વર્ણન:
સમાધાન:
સમ્પૂર્ણ ગ્લાસ = 100 મિલિ
અર્ધ ગ્લાસ = 50 મિલિ
આકૃતિમાં નીચે કોણતે ગ્લાસ ભરેલ તે જોઇને અંદાજ કાઢો
સાચો જવાબ: (B) 50 મિલી

