STD 6 Lesson 3 Palindromic Patterns

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ
🔄 18 પેલિન્ડ્રૉમિક સંખ્યા બનાવીએ 919 🔄

✨ પેલિન્ડ્રૉમિક સંખ્યા એટલે શું?

જે સંખ્યાને આગળથી (ડાબેથી) કે પાછળથી (જમણેથી) વાંચતાં એક સમાન જ રહે, તેને પેલિન્ડ્રૉમિક સંખ્યા કહે છે. (દા.ત. 66, 121, 313, 848, 1111)

🔄 પેલિન્ડ્રૉમ બનાવવાની પદ્ધતિ (નિયમો):

  1. કોઈપણ 2 -અંક કે 3 -અંકની સંખ્યા પસંદ કરો (દા.ત. 43 અથવા 123).
  2. તે સંખ્યાના અંકો ઊલટાવો (રિવર્સ કરો: 43 → 34).
  3. બંને સંખ્યાઓનો સરવાળો કરો: 43 + 34 = 77.
  4. જો મળેલ સરવાળો પેલિન્ડ્રૉમ હોય તો ત્યાં અટકી જાઓ, નહીં તો આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો!

🧩 પાઠ્યપુસ્તક કોયડો:

"હું 5-અંકનો પેલિન્ડ્રોમ છું. હું એક એકી સંખ્યા છું. મારો 'દશક'નો અંક મારા 'એકમ' કરતાં બમણો છે અને મારો 'સો'નો અંક મારા 'દશક' કરતાં બમણો છે. હું કોણ છું?"

જવાબ: 12421 (એકમ = 1, દશક = 2, સો = 4, હજાર = 2, દસ હજાર = 1)

ચાલો રમત શરૂ કરીએ!

સંખ્યા પસંદ કરો અને માત્ર તેની ઊલટી સંખ્યા લખો, સરવાળો જાતે થશે!

🏆

ખૂબ સરસ! અભિનંદન!

📊 1 થી 100 પેલિન્ડ્રૉમ ચાર્ટ રમત

કોઈપણ સંખ્યા પર ક્લિક કે ટચ કરો! તે સંખ્યાના રંગમાં જ નીચે તેના તમામ પગલાંની સંપૂર્ણ ગણતરી જોવા મળશે:

લાલ: મૂળ પેલિન્ડ્રોમ
વાદળી: 1-પગલું
લીલો: 2-પગલાં
પીળો: 3-પગલાં
જાંબલી: 4-પગલાં
કેસરી: 6-પગલાં
કાળો: 24-પગલાં (89, 98)

સંખ્યા ગણતરી

💡 ગણિતનું મોટું રહસ્ય:

  • સંખ્યા 89 અને 98: તેને પેલિન્ડ્રૉમ બનવા માટે પૂરા 24 પગલાં (Steps) લાગે છે! (નીચે ક્લિક કરીને તમામ 24 પગલાં જુઓ)
  • વણ ઉકેલાયેલો કોયડો (196): ગણિતશાસ્ત્રીઓ હજુ સુધી જાણી શક્યા નથી કે સંખ્યા 196 ક્યારેય પેલિન્ડ્રૉમ બનશે કે નહીં!
👍 Created by : મોટા કાજલિયાળા પ્રાથમિક શાળા
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...